Pages

શિયાળાનો સમય એટલે ભેસોમાં ગર્ભધારણનો સમય

Jan 18, 2015


ભેસોની ગર્ભધારણની ક્રિયા શિયાળામાં વધુમાં વધુ હોય છે।  જયારે ઉનાળામાં ખુબ જ ઓછી હોય છે તેનું મુખ્ય કારણ ઠંડકમાં ભેસોના જનીન અવયવો વધારે કાર્યશીલ હોય છે તથા વરસાદના કારણે ભરપુર ઘાસ મળવાથી જરૂરી બધા તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે।  ભેસોનું વિયાણ મોટેભાગે ભાદરવા માસની આજુબાજુ થતું હોય ત્યારબાદ 1.5 માસે ભેસોમાં વેતરચક્ર ચાલુ થતું હોય છે। જેથી બંધાવવાની શક્યતા વધી જાય છે। જો વધુમાં વધુ ગર્ભધારણ મેળવવું હોય તો નીચેના મુદ્દ્રાઓ ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી છે।

  1. વેતર પારખવાની રીત આપણે ખુબ જ કાળજીથી જોવી જોઈએ। 
  2. સવારે વેતર આવેલ ભેસને સાંજે બંધાવો અને સાંજે વેતરે આવેલ ભેસને સવારે બંધાવવાનું ચૂકશો નહિ.
  3. સતત ત્રણવાર બંધાવવા છતાં ન બંધાય તો ડોકટર નું માર્ગદર્શન મેળવી ગર્ભાશયમાં દવા મુકવાનું ખાસ આયોજન ગોઠવવું.
  4. શિયાળાની ગર્ભધારણ સિઝનમાં 100% જાનવર ગાભણ થાય તે માટે દૈનિક 50 ગ્રામ મીઠું અને 50 ગ્રામ મિનરલ આપવો। 
  5. જનાવર બંધાવ્યા બાદ 18-21 દિવસે જનાવર વેતારમાં જો આવે તો તેને તકેદારી રાખી બંધાવવા લઇ જવું। 
  6. 18-21 દિવસ બાદ જનાવર વેતરમાં ન આવે તો તેને 2.5 થી 3 માસે ગર્ભધારણ તપાસનું આયોજન કરવું। 
  7. ગર્ભધારણ તપાસ બાદ જાનવરના ખોરાક માં અને સંભાળમાં તકેદારી રાખવી જરૂરી છે.
ગાયોમાં વેતર અને ગર્ભધારણની ક્રિયા લગભગ બારેમાસ જોવા મળે છે પરતું ગાયોમાં ગર્ભધારણ ઉનાળાના સમયમાં વધારે જોવા મળે છે. ભેસોની બાબતો જણાવી તે જ રીતે ગાયોની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે.  દેશી ગાયો સવારે વેતર આવે તો સાંજે અને સંકર ગાયો જે દિવસે વેતરે આવે તે પછી 24 કલાક બાદ બંધાવીએ તો પરિણામ સારું મળે છે. જો પશુપાલકો પોતાના જાનવરોને વિયન બાદ ત્રણ માસમાં બંધાવવાનું આયોજન કરવામાં આવે તો ગર્ભધારણ અંદાજીત 10% જેટલું વધારે થાય છે. જેના કારણે જિલ્લાના અંદાજીત 30 હજાર જાનવરોનું વિયાણ વધુ થઇ શકે તેમ છે.

No comments: