જનાવર ના બાંધવા માટે પાડા કે સાંઢ ની પસંદગી માટે કેટલાક મહત્વના બાબતો ધ્યાનમાં રાખવાથી સારી ઓલાદ નું બચ્ચું પેદા કરી શકાય છે।
- તે શુદ્ધ ઓલાદના બધા ગુણ ધરાવતો હોવો જોઈએ।
- તેનામાં દેખાતી કોઈ ખોડખાંપણ ન હોવી જોઈએ।
- તેની ચામડી પાતળી , ખુંધ વિકસેલી ઘેરા રંગની હોવી જોઈએ।
- તેને વૃષણ કોથળી વધુ પડતી લટકતી ન હોવી જોઈએ।
- તે બ્રુસેલોસીસ રોગમુકત હોવો જોઈએ।
- તેના બંને વૃષણના કદમાં મોટો ફેરફાર ના હોવો જોઈએ।
- પ્રવર્તમાન ચેપી રોગો સામે રસી મુકાવવામાં આવેલ હોવી જોઈએ।
- પુખ્ત ઉંમર પેહલા તેનો કુદરતી સેવામાં ઉપયોગ કરવામાં આવતો ના હોવો જોઈએ।
- તેની પાસેથી વાર્ષિક 100થી વધુ સેવાઓ લેવી જોઈએ નહિ.
No comments:
Post a Comment