Pages

પશુને વેતર આવ્યાના ચિન્હો

Jan 23, 2015
પશુપાલક મિત્રો ધણી વાર આપણને પશુ ના વેતેર માં આવ્યા ના ચિન્હો  ની ખબર ના હોવાથી આપડે કૃત્રિમ બીજદાન કરવાની તક ચુકી જવાથી પશુ ના ગર્ભધારણ  માં  વિલભ થાય છે અને પશુપાલક મિત્રો ને આર્થિક નુકશાન થાય છે. આથી પશુપાલક મિત્રો ને પશુ ના વેતર માં આવ્યાના ચિન્હો તથા વેતર માં આવેલ પશુની લેવાતી કાળજી ની જાણકારી હોવી જરૂરી છે.

પશુને વેતર આવ્યાના ચિન્હો  :
  • પશુ બેચેની અને ઉશ્કેરાટ દર્શાવે।
  • પશુ આહાર ઓછો લે.
  • દુધમાં ધટાડો થાય કે  દબકાય।
  • અન્ય પ્રાણીઓ પર કુદકા મારે અથવા અન્ય પશુ તેના પર કૂદકો મારે ત્યારે ઊભી રહે છે.
  • સાંઢની સોબત દર્શાવે।
  • યોની માર્ગમાં લાલાશ દેખાય।
  • તેલની ધાર જેવી ચીકણી , સ્વચ્છ પારદર્શક લાળી કરે.
  • સામાન્ય રીતે ગાય-ભેંસ 20 થી 21 દિવસે ગરમીમાં આવે છે.
  • સરેરાશ 18 થી 24 કલાક ગરમીમાં રહે છે.
  • ઋતુકાળમાં દેખાયા બાદ 12 થી 18 કલાકે બીજદાન કરવાથી કે ફેળાવવાથી ગર્ભધારણ થવાની તક વધુ હોય છે. આ સમયે લાંબી લટકતી પારદર્શક લાળી દેખાતી હોય છે.
  • ભાંભરે , આરડે કે દોડાદોડી કરે.
  • વારંવાર થોડો થોડો પેશાબ કરે.
  • વિયાણ બાદ પશુ 60 થી 90 દિવસે વેતરે આવે છે.  સમયે પશુને ફેળવવાનું આર્થિક રીતે લાભદાયી છે.
 પશુપાલક મિત્રો જો જનાવર ઉપર જણાવ્યા મુજબ ના લક્ષણો જતાવે તો જનાવરને તરત જ  કૃવીકરમચારી ને પાસે લઇ જઈ ને કૃત્રિમ વીર્યદાન કરાવવું।

No comments: